Sunday, 31 July 2016

Happy Sunday!આર.કે. નારાયણ (રાશીપુરમ ક્રિશ્નસ્વામી અઈય્યર નારાયણસ્વામી)ની લખેલી એક મસ્ત નવલકથા છે, "સ્વામી એન્ડ ફ્રેન્ડઝ" જેના પરથી કન્નડ એક્ટર અને ડીરેકટર શંકર નાગે ચોપ્પન એપિસોડની “માલગુડી ડેઝ” ટાઈટલ સાથે એક સીરીયલ પણ બનાવી જે ડી.ડી. નેશનલ, સોની ટીવી અને ટીવી એશિયા પર પ્રસારિત પણ થઇ. બાય ધ વે, એ નોવેલમાં સ્વામી નામના સ્કુલમાં ભણતા એક છોકરાની વાત છે અને નોવેલની શરૂઆત કંઇક આવી રીતે થાય છે, “It was Monday morning. Swaminathan was reluctant to open his eyes. He considered Monday specially unpleasant in the calendar. After the delicious freedom of Saturday and Sunday, it was difficult to get into the Monday mood of work and discipline. He shuddered at the very thought of school: the dismal yellow building; the fire-eyed Vedanayagam, his class teacher, and headmaster with his thin long cane...” અહી આ પેરેગ્રાફ અધૂરું મુકું છું. પોઈન્ટ ઈઝ - આ માણસના સ્વભાવનો એક કોમન ફેક્ટર છે. આપણે બધા પણ એ સ્વામી જ છીએ! રવિવારની નિરાંત ભોગવી સોમવારે જોબ, સ્ટડી કે કામધંધામાં રિઝયુમ કરવું – એ આપણા માટે ત્રીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે ભાગ લેવા બરોબર છે! J
પણ સમસ્ત બ્રહ્માંડમાં ગુજ્જુ રવિવારની “એક અપની પેહચાન” છે. આપણા માંથી ઘણા માટે તો દરેક રવિવાર બેસતું વર્ષ છે. એવરી સંડે ઈઝ અ સેલિબ્રેશન, એવરી સંડે ઈઝ અ ફેસ્ટીવલ. દરેક રવિવાર એક ઉત્સવ છે. મોડા ઉઠવાની નિરાંત અને અર્ધાંગીની સાથે સાંજે ફરવા જવાના દીવાસ્વપ્ન સેવવાની સાથે રવિવારની સવારનો સૂકુન વાળો સુરજ ઉગે. ફિકસેશન કે ઓછા પગારથી પીડાતો કર્મચારી પણ એલેકઝાંડર દી ગ્રેટની જેમ કે પછી જુનાગઢના નવાબનો વારસો સાચવતો મોડો મોડો ઉઠે અને જાણે પોતે દેશનો ટોપ ટેન બીઝનસમેનમાંનો એક હોય કે પછી પ્રધાનમંત્રીનો લીગલ એડવાઈઝર હોય એમ છાપું હાથમાં લઇ દેશના વર્તમાન હાલત, સરકારની પોલીસીઓ અને ભારતનું ભાવિ ઉજ્જવળ કઈ રીતે બનાવી શકાય આવા ચર્ચાસ્પદ વિષયો પર પોતાના કિમત મંતવ્યો મંડે આપવા. (જોકે આ પણ એક પોઝીટીવ ઘટના છે) અને પછી રવિવારનો દિવસ ઓટોમેટીક બીજા બધા દિવસો કરતા ટૂંકો લાગે. અહીં આઈન્સટાઈનની રીલેટીવીટીનો પ્રિન્સીપલ સરસ રીતે સમજાઈ જાય છે. ગમતો કે ચહીતો સમય પ્રકાશની ગતિએ દોડે. રવિવારે અચાનક જ કામ કરવાની એક અનેરી આળસ ચડે. વધારાના કામ કે અનવોન્ટેડ ટાસ્કસને ઓલમોસ્ટ સાઈલેંટ મોડ પર મૂકી દેવામાં આવે. રોજ કરતા કોઈ જુદી વાનગીની ફરમાઇશ કરવાનું પણ મન થાય. ચોવીસ કલાકના આ રવિવારના દિવસ માંથી ઓલમોસ્ટ હાફ ટાઇમ માત્ર સંડેપ્લાનીગમાં જાય. તેમ છતાં ઘણી યોજનાઓ માત્ર યોજનાઓ જ રહે. આળસની પરાકાષ્ટા તો ત્યારે થાય જયારે ‘હવે શું કરવું?’ આ પ્રશ્ન સતાવે. કેટલાંક ડેડીકેટેડ કર્મચારીઓને ઓફિસની યાદ આવે, પોતાની ખુરશી ટેબલ અને કી-બોર્ડની સ્વીચો પણ એને બોલાવે. જોકે દોઢ દોઢ મહિનાઓનું વેકેશન ભોગવતા ફીક્સેસીયા પગારદારો કે પછી દર મહીને કિલો કિલો પગાર પડતા એમ.એન.સી.ના સી.ઈ.ઓ. કે ક્લાસ વન કે ટુ ઓફિસરો, કે પછી નાનકડી હાટડી ચલાવતો સેમી મિડલક્લાસ માણસ પણ રવિવારની એક પણ સેકંડને વ્યર્થ ન જવા દે. રવિવારની એકે એક પળ જાણે જીવનની છેલ્લી પળ હોય એમ ‘કલ હો ન હો’ ની જેમ એને રેલીશ કરે.
સાંજે રવિવારના ધસમસતા અને બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં પોતાના ઉડનખટોલામાં પરિવારને પોતાની પાંખોમાં લઈને ઉડાન ભરે. અલ્ટીમેટલી જાણે જીવનની આ જ મજા માટે હડીયાપટ્ટી કે આપાધાપી કરતો હોય! ઓમેય, મોજમજાને ગુજ્જુ લોકો ખોરાક પછીની બીજી પ્રાથમિકતા આપે છે અને એમાં કઈ ખોટું નથી.
ઉનાળાની વરાળો કાઢતી સાંજ હોય કે પછી ફ્રિજના આઈસબોક્સને પણ પાછળ મૂકી દે એવી ઠંડી હોય કે પછી મુશળાધાર વરસાદ હોય – કોઈ પણ ભોગે રવિવારની આ મોજ સાથે કોમ્પ્રોમાઈઝ થઇ શકે જ નહિ. અને પગાર માંથી પી.એફ.ની રકમની જેમ સાચવી રાખેલી સંડે પોકેટ મની પાવરથી શક્ય એટલું જંકફૂડ ખાય. ઢોસા, ઈડલી, પાણીપુરી, ભેળ, રગડો, સમોસા, આઈસક્રીમ, પુલાવ, મસાલાવાળો પાન, દાબેલી, કચોરી, ઘૂઘરા, ભૂંગળા બટેટા, ખમ્મણ, પાવભાજી આદિઈત્યાદિ મોસમ પ્રમાણે અને સ્વાદાનુસાર લેવામાં આવે.
દિવસની અનલીમીટેડ મોજની મજા માણીને બેક ટુ પેવેલીયન થાય અને નેક્સ્ટ ડે એટલે કે મંડે-નાઈટમેરનો વિચાર કરી સુઈ જાય અને સવારે આર.કે.નારાયણનો સ્વામી બની જાય. (શરૂઆતનો પેરેગ્રાફ ફરી વાચી લેવો) આટલું બધું હોવા છતાં સંડે ઈઝ અ સંડે. રવીવારની એક મજા છે, એક મોજ છે, એક આનંદ છે. વીશ યુ ઓલ અ હેપ્પી સંડે! ~ by @Imran Khan

No comments:

અનુભૂતિ