Wednesday, 27 July 2016

Hamilton Naki, 78, Self-Taught Surgeon, DiesAdapted from an obituary in the New York Times – June 11, 2005 

શીવખેરાની લખેલી ખુબજ ફેમસ બુક છે. "યુ કેન વિન" બી.બી.એ.માં સીલેબસમાં પણ છે. એનું પેહલું ચેપ્ટર છે "ઈમ્પોર્ટન્સ ઓફ એટીટ્યુડ". આ પહેલા જ ચેપ્ટરના પહેલા જ પેરેગ્રાફમાં એક મસ્ત નાની વાર્તા છે. એક ફુગ્ગા વાળો રોજ સવારે કોઈ પણ એક કલરનો ગેસનો ફુગ્ગો હવામાં છોડી દે છે. ફુગ્ગાને ઉપર ચડતો જોઈ બાળકો એની પાસે ફુગ્ગો ખરીદવા આવે છે. (આમ તો મેનેજમેન્ટના લોકોને કામ લાગે એવી વાત છે. સ્માર્ટ માર્કેટિંગ પોલીસી છે :P) આવું રોજ ચાલે છે. એક દિવસ આ ફુગ્ગા વાળા પાસે એક નાનકડો ટેણીયો આવે છે અને એને એક સવાલ પૂછે છે. સવાલ સાંભળવા જેવો છે. એ પૂછે છે, "આ કાળા કલરનો ફુગ્ગો તમે છોડો તો એ પણ ઉપર જાય?" નીર્દોસ્તાની ચાદર ઓઢેલા આ સવાલમાં જોરદાર કટાક્ષ છે. ફુગ્ગાવાળો જવાબ આપે છે, "બેટા, ફુગ્ગાના કલરથી કઈ લેવા દેવા નથી. ફુગ્ગાની અંદર જે ગેસ ભરેલો છે એના કારણે ફુગ્ગો ઉપર જાય છે" કેવો તાબડતોબ જવાબ છે!!! આજના આ જ્ઞાતિવાદ ને ધર્મવાદ ને બીજા આર્ટીફીસીઅલ પ્રોડ્યુઝ કરેલા વાદોના રખેવાળોને આ વાર્તા સમજાવવા જેવી છે. હું જેતે જ્ઞાતિ ધર્મનો છું એટલે આગળ નથી આવી શકતો આ ખાલી ખોટા બહાના છે અને કામ ના કરવાની, મહેનત ન કરવાની છટકબારીઓ માત્ર છે, ચોખ્ખું એસ્કેપીઝમ છે... સાહેબ! બાકી તમારી અંદર ટેલેન્ટ હોય ને તો કોઈમાં તમને રોકવાની તાકાત નથી. ફૂલની સુગંધને કેદ ન કરી શકાય અને એની જાહેરાતો પણ ન દેવાની હોય... ફૂલની સુગંધ એની મેળેજ પ્રસરે. કામ એટલું જ કરવાનું છે કે કામ કરવાનું છે. (સમજાણું હોય તો બીરદવજો)

૨૬ જુન, ૧૯૨૬માં સાઉથ આફ્રિકાના ત્રાંસકેઈ પ્રદેશના એક સાવ નાના ગામડામાં એક ફટેહાલ પરિસ્થિતિ વાળા ગરીબ કુટુંબમાં જન્મેલો અને કોલસાને પણ સફેદ કેહેવડાવે એવા રંગનો એક મજુર માણસ જેનું નામ હતું હેમિલ્ટન નેકી. સાહેબ માત્ર છ ચોપડી પાસ અને ૧૪ વર્ષની વયે સ્કૂલને અલવિદા કહીને આફ્રિકાના કેપટાઉન શહેરમાં રોજીરોટી કમાવા માટે આવી ગયેલો... અને તમે માનશો નહિ, કેપટાઉનમાં યુનીવર્સીટી ઓફ કેપટાઉનમાં ૧૯૪૦માં બગીચાના માળી તરીકે કામ કરતો. કેપટાઉન થી થોડે દુર આવેલા એક નાનકડા ટાઉન લાંગાથી (જ્યાં છેલ્લે ૧૧ જુન, ૨૦૦૫માં એ મૃત્યુ પામ્યો) રોજ અપડાઉન કરતો... કોઈ પણ પ્રકારની ડીગ્રી,કોઈ પણ પ્રકારનું મેડીકલ નોલેજ લીધા વગર હેમિલ્ટન એક "સેલ્ફ ટોટ સર્જન" બન્યો. આઈ રીપીટ "સેલ્ફ ટોટ સર્જન"...... સાહેબ તમે કલ્પનાતો કરો યુનીવર્સીટીના બગીચામાં કામ કરતો એક માળી સર્જન બને! અને એ પણ કેવો સર્જન કે જયારે ૧૯૯૧માં રીટાયર્ડ થાય એટલે ૨૦૦૨માં એને યુનીવર્સીટી પાછો બોલાવે અને આફ્રિકાના બેસ્ટ એવોર્ડથી એનું સન્માન કરે.. અને હું એ સમયના આફ્રિકાની વાત કરું છું જયારે બ્રીટીશરો મરવાનું પસંદ કરતા પણ કોઈ "બ્લેક" એટલેકે આફ્રિકન ડોકટર એનું ઈલાજ કરે એની સર્જરી કરે એ એને મંજુર ન હતું. રંગભેદ અને કાસ્ટીસીઝામથી લથબથ એવા આફ્રિકામાં પણ યુનીવર્સીટી ઓફ કેપટાઉનના ડોકટરો હેમિલ્ટનને ઓપરેશન કરવાની સ્પેશિઅલ પરમીશન આપે.. શું કામે? ડોકટરો એમ કહે કે અમને ઓપરેશનથીએટરમાં નેકી તો જોશે જ .. અને આનું એક જ રીઝન: સ્કીલ અને ક્વોલીટી. નથીંગ એલ્સ. તમે કલ્પનાતો કરો જે અભણ અંગુઠાછાપ માણસ ૧૯૪૦માં યુનીવર્સીટીના જાળવાઓને પાણી પાતો હોય એને એજ યુનીવર્સીટી ૨૦૦૩માં એને માસ્ટર ઓફ સાયન્સની ઓનરરી ડીગ્રી આપે અને એના પણ એક વર્ષ પેહલા ૨૦૦૨માં આફ્રિકન સરકાર નેકીને આફ્રિકાના હાયેસ્ટ ઓનર એવોર્ડથી પણ નવાજે. હેમિલ્ટને કેટલાય વર્ષ તો યુનીવર્સીટીના વિદ્યાર્થીઓને સર્જરી ભણાવતો! આને આપણે ચમત્કાર કહીએ પણ આ હાર્ડલી એક કે બે દશકા પહેલા જ બનેલી સત્યઘટના છે. અને હેમીલટન જયારે ૧૧ જુન ૨૦૦૫માં લાંગામાં મૃત્યુ પામ્યો ત્યારે અમેરિકાના ન્યુ યોર્ક ટાઈમ્સમાં એવું છપાયેલું, "Hamilton Naki, 78, Self-Taught Surgeon, Dies" ઉર્દુ કવિ અલામા ઇક્બાલનો શેર યાદ આવે ને?, "ખુદ હી કો કર બુલંદ ઇતના કે હર તદબીર સે પેહલે ખુદા ખુદ બંદે સે પૂછે, બતા તેરી રઝા ક્યાં હે" આતો માત્ર એક જ હેમીલટનનું એકઝામ્પલ છે.. આવા તો કેટલાય હેમીલટન હશે જે આપણા ધ્યાન બહાર છે. પણ એ બધા હેમિલટનોએ એવું વિચારી કે માની લીધું હોત કે આપણે તો સામાન્ય બગીચાના માળી છીએ અને આપણે તો રંગે કાળા છીએ તો આપણે તો ક્યાય ન ચાલીયે.. તો આજે હું આ પોસ્ટ લખતો ન હોત અને તમે વાંચતા ન હોત.
અને આજના સમયનો કસ્ટમર સ્માર્ટ થયો છે.. એ બસમાં ચડતા પેહલા ડ્રાઈવરની જ્ઞાતિ ધર્મ પૂછતો નથી, હોટલમાં જમતા પેહલા રસોડામાં જઈને રસોયાની કેટેગરી તપાસતો નથી, અને મોંઘામાં મોઘો મોબાઈલ કે લેપટોપ ખરીદતા પેહલા એની કંપનીના માલીકની બાયોગ્રાફી પણ વાંચતો નથી... એ તો ખાલી સર્વિસ અને ક્વોલીટી બેજ વસ્તુ જુએ છે. અને ધગસ, ડીસીપ્લીન, ઈમાનદારી, પારદર્શકતા થી કામ કરતા લોકોની કાયમી માટે માંગ રેહવાની. પેહલી વાર્તાનો બોધ કેવો મસ્ત છે! ફુગ્ગાની અંદર શું છે એના કારણે ફુગ્ગો ઉપર જાય છે નહિ કે ફૂગ્ગના કલરના કારણે... એની વે સમજે એના માટે છે!

~ ઇમરાન ખાન


No comments:

અનુભૂતિ