Wednesday, 27 July 2016

રીઝલ્ટ આવી જાય પછી...


ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ
~ ઝવેરચંદ મેઘાણી
ગરવા ગિરનારની ગોદમાં, પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી ઓમ એન્જીનીયરીંગ કોલેજના તાજા માજા ફડફડતા ગરમા ગરમ ઘાણવા માંથી નીકળેલા મારા બધા થનગનાટ કરતા એન્જીનીયરોને તેમના ઝળહળતા પરિણામ માટે એક પગે ઉભા રહીને એકવીસ તોપોની સલામી અને ખુબ ખુબ અભિનંદન અને તમારા માત-પિતાને કોટી કોટી વંદન.
કોલેજના દિવસો પુરા થયા. જીવનનો બીજો તબ્બકો શરુ થાય છે. જેમાં તમારે કેન્ટીનમાં ગપ્પા મારવા માટે ખાલી ટેબલ નઈ પણ એ.સી. ઓફિસમાં ગોળ ગોળ ફરતી ખુરશી અને લેપટોપ રાખવા માટેનુ ટેબલ ગોતી કામ કરવાનું છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ જેને રીઝલ્ટની પેહલા જ જોબ મળી ગઈ છે! તેમના માટે પોતાની જાતને પ્રૂવ કરવાના દિવસો આવ્યા છે. ખાલી ખોટી કેહવાતી મોંઘવારી અને ખોટા બેરોજગારીના બરાડા નાખતા મૂર્ખાઓના જગતમાં પગ માંડવાનો સમય આવ્યો છે. પણ હું તમને ખાત્રી આપું છું કે જો ખુમારીથી કામ કરશો તો બવ મજા આવશે.
યાદ રાખજો સફળતાનો ચહેરો નથી હોતો પણ એનો એક સ્પર્શ હોય છે, એક ફિલ હોય છે. બી.ઈ.ની (ઈ) માર્કશીટ જોયા બાદ તમે બધા અનુભવતા હશો કે, “યે  કિસ મકાપે લાયા મેરા જૂનું મુજકો (૨), કે યહા સે તો અર્શ ભી નીચા દિખાય દેતા હે” સરસ... સારી વાત છે. આ ફિલને હંમેશા જીવિત રેહવા દેજો અને ટેમ્પોને વધારજો. પણ યાદ રાખજો કે આ છેલ્લો શિખર નથી. શિખરો ઘણા છે. માટે બી.ઈ. ની માર્કશીટ કે ડીગરીને ફ્રેમ કરાવી દીવાલે ટીંગાળવાની નથી પણ એને સ્ટેપીંગ સ્ટોન બનાવી આગળ વધવાનું છે. સ્વામીવિવેકાનંદેકીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સીધી માંડ્યા રહો પણ ધ્યેય પ્રાપ્ત થઇ જાય પછી શું? પછી નવા ધ્યેય બનાવો. જર્ની ઓફ લર્નિગ નેવર એન્ડ્સ.
ક્લાસમાં શીખેલી થીયરી અને લેબમાં કરેલા પ્રેકટીકલની સાચી કસોટી હવે શરુ થાય છે અને મને વિશ્વાસ છે કે તમે બધ્ધા આ કસોટીમાં ખરા ઉતરશો.
અને કોઈના થી કઈ બી જવાની જરુર નથી. કીડીને કણ અને હાથીને મણ મળીજ જાય છે તો તમે બધાતો એન્જીનીયર છો!! ઉર્દુ શાયર અલામા ઇક્બાલની એક મસ્ત શાયરી છે. મને ખુબ ગમે છે. “ખુદ હી કો કર બુલંદ ઇતના કી હર તદબીર સે પેહલે ખુદા ખુદ બંદે સે પૂછે, બતા તેરી રઝા ક્યા હે?” શું વાત છે!! એનો હાર્દ એ છે કે માત્ર માંગતા ન રહો. પોતાની જાતને એવી અપ્લીફટ કરો માણસોને સામે ચાલીને તમને તમારી મરજી પૂછવી પડે. અઘરું છે – સેહલું નથી પણ અ-શક્ય પણ નથી. ધારો તો કરી શકો.
૨૨ ઓગસ્ટ, ૧૯૨૦માં અમેરીકાના વોકીગનમાં જન્મેલા એક જોરદાર લેખક, જેમનું નામ હતું રે ડોગ્લસ બ્રેડબરી Ray Douglas Bradbury. એનું એક ફેમસ ક્વોટ છે.
“Love what you do and do what you love. Don't listen to anyone else who tells you not to do it. You do what you want, what you love. Imagination should be the center of your life.”
આજથી લગભગ પાંચેક દાયકા પેહલા કીધેલા રેના આ ક્વોટમાં યુનિવર્સલ અને ટાઈમલેસ વાત કેહવામાં આવેલી છે. જેની આજના યુવાનોને તાતી જરૂર છે. તમારી પાસે બે ઓપ્શન છે. જે કામ મળ્યું છે એને પુરા દિલથી કરો, પુરા મનથી કરો અથવા એ કામ કરો જેમાં તમારું મન છે, દિલ છે. અને બીજાની વાતો સાંભળવાનું બંધ કરો. જે વાત બુદ્ધ પણ કરે છે, “અપો દીવો ભવ” તું તારો દીવો થા. બીજો કોઈ આવે અને તને પ્રકાશ આપે, ગાઈડ કરે એની રાહ જોવાની જગ્યા એ તું પોતે તારી યોગ્ય દિશા પસંદ કર અને એ તું ક્યારે કરી શકીશ? જ્યારે આ “અપો દીવો ભવ” થાશે ત્યારે... જીસસ ક્રાઇષ્ટ પોતાના શિષ્યો કે અનુયાયીઓને ઉપદેશ દેતી વખતે કહે છે (જે પાછળથી બાઈબલમાં પણ ઉમેરાયું) કે, “know thy (your) self” (નો દાઈ સેલ્ફ) તમારી જાતને જાણો. (એટલે અનામત આંદોલન માટે ઓપન, એસ.સી., કે એસ.ટી. -- એ નઈ J) પણ તમે કોણ છો એ જાણો, તમારી શક્તિઓને જાણો અને જો તમે તમારી શક્તિઓને જાણી લેશો તો “અપો દીવો ભવ” આપમેળે થશે... કેમ ન થાય??? અને છેલ્લે રે પોતાના ક્વોટમાં કહે છે કે “ઈમેજીનેશન શુડ બી ધ સેન્ટર ઓફ યોર લાઈફ” આ વાત તો એન્જીનીયરો માટે જીવન મંત્ર જેવું કામ કરે છે... વૈજ્ઞાનિક એન્ગલેથી જોતા દરેક એન્જીનીયારીંગના પાયામાં તો આ ઈમેજીનેશન – આ કલ્પના શક્તિ જ છે... જેની હવે તમને બધાને સૌથી વધારે જરૂર પડવાની છે. આની વાત પણ વારે વારે વૈશ્વિક સ્તરે કરવામાં આવેલી છે. “ધ સિક્રેટ” બુક અને મુવી બંનેમાં પોઝીટીવ થીંકીંગ અને પાવર ઓફ ઈમેજીનેશનની વાત કેન્દ્રમાં છે. જેમાં તો કલ્પના થી પણ એક કદમ આગળ વાત કરવામાં આવી છે અને એમ કહે છે કે તમે એમ માની લો કે તમે આ છો અથવા તમને આ મળી ગયું છે... તો શું આ શેખ ચીલ્લીના વિચાર કરવાનું કે’ છે??? બિલકુલ નઈ... હું ઘણી વખત વિદ્યાર્થીઓને ક્લાસમાં કે’તો હોવ છું કે આપણામાં એક જ વસ્તુ ઘટે છે અને એ છે Attitude. જેને આપણે ગુજ્જુ લોકો વલણ એવું નામ આપીએ છીએ અને પછી પોઝીટીવ નેગેટીવની એ વલ્ર્ડ ફેમસ વાર્તા ચાલુ કરી દઈએ છીએ... એક્ચુલી વલણની વ્યાખ્યા આ કલ્પના શક્તિ થી વધારે કઈ છે જ નઈ (મારા મતે હો!). તમે જો એમ માની લો કે હું એન્જીનીયર છું એટલે ઓટોમેટીક તમારી અંદર એ ભાવ આવી જ જશે... ઓલી એક ઉર્દુ શાયરી છે ને કે “ખુદા જબ હુસ્ન દેતા હે તો નઝાકત આહી જાતી હે” બસ એના જેવું છે...  ફેસબુક પર રીઝલ્ટ આવ્યું એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાના નામની પે’લા “Er” લખીને પોસ્ટ કર્યું.. મને ખુબ ગમ્યું. વિદ્યાર્થીઓએ એવું માની લીધું કે હવે હું એન્જીનીયર છું. પણ એની સાચી મજા ત્યારે છે જયારે વિદ્યાર્થીઓ આ ટેગ – આ સ્ટીકરની વેલ્યુ – એની જવાબદારી સમજે.. માત્ર હું એન્જીનીયર એમ કોલર ઊંચા કરી ને ન ફરે પણ એન્જીનીયરની સામાજિક ભૂમિકા શું છે એ સમજે.. This is required. આની જરુર છે.. કેહવાતા ભાષા કે સાહિત્યના આપમેળે બનેલા ઠેકેદારો એવું કેહતા હોય છે કે એન્જીનીયરો સંવેદનાવગરના અને લાગણી વિહોણા હોય છે. એ બધા સો કોલ્ડ બુદ્ધિજીવીઓને મારી વિનંતી કે જરાક વિશ્વ ઇતિહાસના પાના ખોલીને વાંચવાની તસ્દી લે. મારા માટે પૃથ્વી ઉપર સૌથી વધારે સંવેદનશીલ, લાગણીશીલ અને સમાજપ્રેમી કોઈ લોકો હોય તો એ આ વૈજ્ઞાનિકો છે – આ એન્જીનીયરો છે.. અને દરેક વૈજ્ઞાનિક મૂળભૂત રીતે તો એક ઇન્જિનીયર જ છે. ન્યુટન, થોમસ આલ્વા એડીસન, આઈસ્ટાઇન, હોમીભાભા, આર્યભટ્ટ થી લઈને તો અબ્દુલકલામ સુધીના બધ્ધા આખરે તો સવેદનશીલ હતા એટલેજ તો વૈજ્ઞાનિક થયા. અને એનું કોર રીઝન એ છે એ બધા એ જે શોધો કરી એ માત્ર એના એકલા માટે નઈ પણ સમસ્ત વિશ્વ માટે કરી. માટે મારા માટે વિજ્ઞાન કે ટેકનોલોજી એ સાહિત્ય પછીની બીજી એવી શાખા છે જે મોસ્ટ યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. પૃથ્વી ઉપર આ બેજ શાખાઓ એવી છે જે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ માણસને એક સરખી અસર કરી શકે. સાહિત્ય અને વિજ્ઞાન. સાહિત્ય એટલા માટે કારણકે સાહિત્ય સમાજ માંથી આવે છે. ટૂંકમાં કવ તો સાહિત્ય સમાજનો અરીસો છે. એનું જીવતું જાગતું એકઝામ્પલ જે.કે.રોલીંગે લખેલી હેરી-પોટર નાવલકથા છે. જે બાઈબલ પછી આ પૃથ્વી પર સૌથી વધારે વંચાયેલી અને ભાષાંતર થયેલી નોવેલ છે. એનું સાદું રીઝન એ છે કે એ સૌને આખી માનવજાતને એક સરખી રીતે અસર કરે છે. જેને આપણે યુનિવર્સલ કે સાર્વત્રિક કહીએ છીએ. આવીજ યુંનીવાર્સાલીટી  ટેકનોલોજીમાં પણ છે. વોટ્સઅપ વાપરવાની જે મજા વડાલમાં બેઠેલા છોકરા છોકરીઓને આવે છે એજ મજા વેનિસમાં બેઠેલા યુવક યુવતીઓને પણ આવે છે. તમે વિચાર કરો. હજારો કિલોમીટર દુર બેઠેલો કોઈ એન્જીનીયર માઈક્રોસોફ્ટમાં એક્સેલ અને પાવર પોઈન્ટ અપડેટ કરે અને એને ભારતમાં બેઠેલો એક તાજો કમ્પ્યુટર શીખેલો પાછો ડાઉનલોડ કરીને મોજ થી વાપરે આનાથી વધારે ગ્લોબલાઈઝેશનનું ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોય શકે? શાંતીથી વિચાર કરો તો જોરદાર અને ધારદાર વાત છે. એકવીસમી સદીને એકવીસમી સદી બનાવનાર કોઈ હોય તો એ આ ટેકનોલોજી જ છે. માટે ચાણક્યએ જે વાત શિક્ષક માટે કીધી’તી એ મને એન્જીનીયર માટે કેવા’માં કઈ ખોટું નથી લાગતું. ચાણક્યએ એમ કીધું કે “શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હે” તો આમાં હું શિક્ષકની જગ્યા એ એન્જીનીયર બોલું તો અતિશયોક્તિ ન કેવાય.... “એન્જીનીયર ભી કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હે” એન્જીનીયર ધારે તો સમાજને વિકાસ તરફ દોરી શકે અને એજ એન્જીનીયર જો ધારે જો સમાજ ને વિનાશ તરફ પણ દોરી શકે.... વૈજ્ઞાનિકોએ જ શોધેલા ફોર્મુલાઓ ટાઈમ બમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા જેનું પરિણામ આખા વિશ્વ એ પેલા અને બીજા વિશ્વ યુદ્ધોમાં જોયું... પણ એના માટે આપણે કોઈ એક ને આખી વૈજ્ઞાનિકોની જમાતને જવાબદાર ન ઠહેરાવી શકાય... એ અન્યાય કે’વાય... મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે ટેકનોલોજી માનવ સર્જિત છે... એ એક પ્રોગ્રામ છે જેનો રીમોટ માણસના હાથમાં છે. અને એ રોબોટ રે એમાજ ભલાઈ છે. જે રજનીકાંતના રોબોટ પિકચરમાં બતાવવા આવ્યું છે કે જો રોબોટને તમે લાગણી નામનું સોફ્વેર આપો તો શું થાય. એટલે એ ન કરાય. એટલા માટે તો ટેકનીકલ એજ્યુકેશનમાં પણ કોમ્યુનીકેશન, લેન્ગવેજ કે સાહિત્યને એક નાનકડો રૂમ આપવામાં આવેલો છે – જેમે આપણે હ્યુંમાનીટી ડીપાર્ટમેન્ટ કહીએ છીએ. એની જરૂર એટલા માટે છે કે એન્જીનીયરો મશીન બનાવી લેશે પણ એ મશીનને યુઝ કરવાનો વિવેક એને ક્યાંથી મળશે? એ વિવેક એને મળી રે, એટલા માટે  આ ડીપાર્ટમેન્ટ છે. આ એની જરૂર છે. કારણકે આપણે માત્ર ઓપરેટરની જરૂર નથી. જન કલ્યાણ અને સમાજ કલ્યાણ કરી શકે એવા સાચા, સાહસિક, સચોટ, ખુદ્દાર અને ખુમારી વાળા કોનટ્રીબ્યુટરોની જરૂર છે. આ એન્જીનીયરોની સામાજિક ભૂમિકા છે. નદીઓ ઉપરના પુલ બનાવવા જેથી કરીને લોકો ઓછા સમયમાં અને સલામતીની સાથે વધારે અંતર પસાર કરી શકે – આ એન્જીનીયરનું કામ છે. અને આમ જોતા સ્ટેપલરની પીન થી માંડીને અન્તરિક્ષમાં તરતા ઉપગ્રહો સુધી જે કઈ છે એ એન્જીનીયરિંગની જ કમાલ છે. આ ઉપરાંત એક સારા એન્જીનીયરમાં બીજા પણ અમુક ગુણો જે એક્ચુલી તો બાય ડીફોલ્ટ હોવા જોઈએ એ જરૂરી છે. એન્જીનીયરના વિચારોમાં હિમાલય જેવી અડગતા પણ હોવી જોઇને અને વર્તનમાં રબર જેવી લચકતા જેને અંગ્રેજીમાં ઈલાસ્ટીસીટી કે ફ્લેકસીબીલીટી હોવી પણ જરૂરી છે. કારણકે ટેકનોલોજી એ ભમરા જેવી ચંચલ છે. એ સતત બદલાતી રહે છે. અને જો એન્જીનીયર આ બદલાતી ટેકનોલોજીની સાથે બદલાય નઈ તો એ આઉટડેટેડ થઇ જાય – ફેકાય જાય. માટે રબર જેવી લચકતા પણ હોવી જોઈએ. અને વિજ્ઞાન એટલે? વિશિષ્ટ જ્ઞાન. માટે એક વૈજ્ઞાનિક કે એક એન્જીનીયર કૈક વિશિષ્ટ હોવો જોઈએ. એક્સટ્રા ઓર્ડીનરી હોવો જોઈએ. લાઈક અબ્દુલ કલામ. જે જોવામાં કે દેખાવ માં ઠીક હતા પણ ઇન્ટરનલી સ્ટ્રોંગ હતા. એવી કૈક વિશેષતા દરેક એમ્જીનીયરમાં હોવી જોઈએ. અને મારા મતે એન્જીનીયરો ધૂની (અમુક અંશે પાગલ) હોવા જોઈએ. કારણ કે “ડાહ્યા લોકો ઈતિહાસ વાંચે છે, ગાંડા ઈતિહાસ સર્જે છે” ચાના કપથી લઈને તો મુન કે માર્સ સુધી જેને માત્ર એન્જીનીયરીંગ દેખાતી હોય એને એન્જીનીયરીંગના મેદાનનો તેંદુલકર કે મિલ્ખાસિંગ કહી શકાય. માટે એક ટેકનીકલ નજર – એક વિઝન ઇઝ મસ્ટ. નવા તાજા બનેલા એન્જીનીયરો જે હજુ કોલેજકાળ માંથી પૂરી રીતે બાર આવ્યા નથી. જેઓ હજુ એક નોસ્ટાલ્જીક ટ્રાન્સમાં છે એને આ હેવી ડોઝ હજુ નઈ પચે. પણ નો ઇસ્યુ. દુનિયા – સમાજ વિશ્વની સૌથી મોટી ફ્રી યુનીવર્સીટી કે સ્કુલ છે.. જેમાં વ્યક્તિ ઘણું બધું એની મેળે શીખી જાય છે અથવા શીખવું પડે છે કારણ કે પછી પ્રશ્ન શોખનો નઈ જરૂરિયાતનો હોય છે.   
વેલ, કેહવાનું ઘણું બધું છે પણ આમ જો હું કેહવા બેસું તો વર્ષો વીતી જશે અને આમ જો તું સાંભળે વો વાત ક્ષણ એક ની છે. ફરી એક વખત બધા નવા તાજા એન્જીનીયરોને વીતી ગયેલા સોનેરી ભૂતકાળ માટે અભીનંદન અને આવનારા રંગબેરંગી ભવિષ્ય માટે ગુડ લક.
“બળે ગોરસે સુન રહા થા ઝમાના, હમ હી સો ગયે દાસ્તાં કેહ્તે કેહ્તે”
~ ઇમરાન ખાન

No comments:

અનુભૂતિ