Wednesday, 27 July 2016

મિત્રતા અને પ્રેમ: લવ ફોર લસ્ટ કે લસ્ટ ફોર લવ?દિવસ અને રાતની જેમ એક બીજાને આળોટીને ચોંટેલા કે પોઢેલા બે નામ એટલે મિત્રતા અને પ્રેમ. બે માંથી પહેલા શું? એ તો “મુર્ગી અને અંડા” જેવો પ્રશ્ન છે. અને પૃથ્વી ઉપર સૌથી વધારે જો ચર્ચા, ટીકા ટિપ્પણ થઇ હોય, સૌથી વધારે જો કોઈ વિષય પર લખાયું કે વંચાયું હોય તો એ છે,  મિત્રતા અને પ્રેમ.
અંધ કવિ મીલટને લખેલું પેરેડાઈઝલોસ્ટ હોય, કે પછી જે. કે. રોલીંગે લખેલી (પૃથ્વી પર સૌથી વધુ વંચાયેલી નોવેલ) હેરી પોટર હોય, કે સુભાષઘાઈ નું સોદાગર પીક્ચર, કે. આસિફનું મુઘલ-એ-આઝમ, ચેતન ભગતની ફાઈવ પોઈન્ટ સમવન હોય કે રસ્કિન બોન્ડે લખેલી મીટીંગ પુલ હોય (બાકી તમને જે યાદ આવે એવી કુછ કુછ  હોતા હે જેવી ફિલ્મો પણ ગણી લેવાની છૂટ) બધામાં મિત્રતા અને પ્રેમની વાત જ કેન્દ્રમાં છે. વિશ્વભરના લેખકો, કવિઓ અને મહાનાયકોએ આ બે શબ્દો પર કરોડો પુસ્તકો લખેલા છે. પછી એ પ્રેમ પ્રેયસી નું હોય, પ્રેમીનું હોય, માં-બાપનું હોય, પત્ની હોય કે દેશ પ્રેમ હોય!! પ્રેમ તો પ્રેમ છે સાયબ... એની ડાળીઓ ભલે જુદી જુદી હોય પણ એનું મુડ તો એક જ છે... છતાં આ વિષય પર લખવાનું કે વાંચવાનું રોકાયું નથી કારણ એક જ - પ્રેમ અને મિત્રતા હંમેશા યુવાન રેહતા શબ્દો છે ક્યારેય ઘરડા થતા નથી. (રસ્કિન બોન્ડની ટૂંકી વાર્તા મીટીંગ પુલ વાંચી લેવા વિનંતી)
પણ પ્રશ્ન એ છે કે પ્રેમમાં મિત્રતા હોય છે કે મિત્રતામાં પ્રેમ ??? જો કે આ પ્રશ્ન જેન્ડર બાયસ્ડ નથી.. બે સગા ભાઈઓ કે સગી બેહનો વચ્ચે મિત્ર કે સખીઓ કે મિત્રો જેવો પ્રેમ હોય શકે અને બે મિત્રો કે સખીઓ વચ્ચે સગા ભાઈઓ કે સગી બહેનો જેવો પ્રેમ હોય છે !! એવી જ ઉપમાઓ આપણે સાંભળતા આવીએ છીએ.
પ્રેમ અને મિત્રતા એ ફૂલ પર બેઠેલા ઓસના બિંદુ જેવા છે – એક પણ નઈ અને અલગ પણ નઈ. કોઈ વીસ વીસ વર્ષો સુધી મિત્રતા અને પ્રેમના રંગમાં રંગાઈને તમને સબંધોની હૂફ આપતી રહે એવી વ્યક્તિની પછી વ્યાખ્યા ન દેવાની હોય! કે એ મિત્રતા છે કે પ્રેમ....
“હું મજામાં, તું મારી ચિંતા કરમાં, તું કે તારે શું વાંધો છે?” આ કોઈ જાવેદ અખ્તરે લખેલા ડાયલોગ નથી... આ પ્રેમ છે! આ મિત્રતા છે... આ બધું પુછનારી સ્ત્રી જે સમાજના રીતી રીવાજો કે બંધનોની ચિંતા કર્યા વગર બસ એક જ વાત વિચારે કે મારો પ્રિય, મારો મિત્ર મજા છે કે નઈ? ખુશ છે કે નઈ?? એને તમે શું કેશો સાયબ? પ્રેમિકા કે મિત્ર? શું કામે જવાબની મથામણમાં પડો છો? એ મહત્વનું છે જ નઈ.. મહત્વનું એ છે કે આટલા સમય પછી પણ તમને કોક ચાહે છે... વાંધો ત્યાં છે કે આપણે આ ચાહત ને (કે મિત્રતા ને) પ્રેમના કપડા પેહરાવીને પણ નગ્ન કરવા માંગીએ છીએ કે એની ખીલી ઉડાવવા માંગીએ છીએ... રાત દિવસને કે દિવસ રાતને, વરસાદ ધરતીને, નદી સાગરને એમ નથી પૂછતાં કે આપને લવર્સ છીએ કે ફ્રેન્ડઝ...
“દરિયાના મોજા કઈ રેતી ને પૂછે? તને ભીંજાવું ગમશે કે કેમ?, એમ કઈ પૂછી ને થાય નઈ પ્રેમ”
જયારે પ્રકૃતિ આપણને મૌન રહી ને બસ સબંધો નિભાવવાનું શીખવાડે છે તો આપણે કયો સબંધનો સ્ટેમ્પ મારવા ગયા???  વિકૃતિ કે અનૈતિકતા શબ્દોમાં નથી હોતી; એ વ્યક્તિની વિચારસરણીમાં હોય છે.... તમે ક્યાં સબંધ ને કઈ નજર થી જુઓ છો એ નક્કી કરે છે કે તમારો સબંધ તમને શું આપશે. અને પ્રેમ ને મિત્રતા તો સદીઓથી વહેતા વહેણ જેવા છે... એને આપણે શું વ્યાખ્યા દેવાના?? દઈ જ ન શકાય.
દરેક દંપતી એ વાત સ્વીકારશે કે કોઈ પણ પતિ પત્ની ત્યારે જ ખુશ રઈ શકે જો એ એક બીજાના બેસ્ટ ફ્રેન્ડઝ હોય! સરસ.. વાંધો ત્યાં નથી... પણ આપણે ક્યારેય એમ નથી કેહતા કે બે મિત્રો (બોય એન્ડ ગર્લ) ત્યારેજ સારા મિત્રો હોય શકે જો પેહલા એ સારા પતિ પત્ની હોય!! આ મુદ્દો સાંસ્કૃતિક નથી.. વૈચારિક છે, બૌધિક છે... જ્યાં પ્રેમ હોય ત્યાં આપણે વગર સંકોચે મિત્રતાને એન્ટ્રીઆપીએ છીએ પણ જ્યાં મિત્રતા હોય ત્યાં પ્રેમ નઈ... આ વળી કેવો નિયમ?? એનું કારણ એ છે કે આપણા મગજમાં પ્રેમનો એક જ અર્થ છે... બે મિત્રો (B & G) શું કામે મિત્રો ન હોય? જવાબ તમારા ખિસ્સામાં જ છે... જરાક ડોકું નમાવીને જુઓ.. પ્રેમની શરૂઆત મિત્રતાથી થાય એ શક્ય છે પણ મિત્રતા પ્રેમ વગર થાય જ નઈ એ સનાતન સત્ય છે... અને મિત્રતાનો અંત કદાચ પ્રેમ થી આવે પણ એવો પ્રેમ વિશ્વમાં નથી જેનો અંત મિત્રતા થી આવ્યો હોય,,, મતલબ મિત્રો પ્રેમી બને,, અને વળી પાછા મિત્રો તરીકે વર્તે તો શું પ્રેમ ગાયબ થઇ ગયો??? આ તો કેલાલના જાદુ જેવી વાત છે... ફર્ક માત્ર એટલોજ છે કે મિત્રતા પેહલા જે પ્રેમ હતો એમાં એ એક બીજા ને દિવસ માં હજાર વખત “આઈ લાવ યુ” કે’તા (કારણ કે કે’વાનો હરખ હતો) પણ પ્રેમ પછીની મિત્રતામાં એક વખત પણ “આઈ લવ યુ” કે’વાની જરૂર પડતી નથી.. કારણકે હવે હરખનો પ્રેમ નથી, હવે પ્રેમનો હરખ છે... હવે “આઈ લવ યુ” બોલવાની જરૂર નથી.... બીકોઝ ઈટ ઈઝ ઓલરેડી ધેર. મોટા ભાગના લોકો પોતાના લગ્ન પેલાના પ્રેમ ને એમ કઈ ને બિરદાવે છે કે અમે તો હવે જસ્ટ ફ્રેન્ડઝ છીએ... લગન ન’તા થયા અને કોલેજમાં ભેગા ભણતા ત્યારે પણ એમ જ કે’તા કે અમે તો જસ્ટ ફ્રેન્ડઝ છીએ.. ફરક માત્ર આ “હવે” એક શબ્દનો જ પડ્યો છે.... બાકી પ્રેમ તો ત્યારે પણ હતો અને આજે પણ છે... ત્યારે જાહેર કરવામાં મજા આવતી, આજે એ જ પ્રેમ ને છુપાવવું એ તમારી મજબૂરી બની ગઈ છે.... હકીકત એ છે કે પતિ કે પત્ની, બાળકો અને ઘરનાની સામે તમે એ કઈ નથી શકતા કે આ વ્યકતી ને હું એક સમયમાં ખુબ પ્રેમ કરતો કે કરતી.... અને કે’વું જરૂરી નથી... ન કઈ શકો તો કઈ વાંધો નઈ ઇટ્સ ઓકે... પણ તમારા કેવા કે ન કેવાથી વાસ્તવિકતા બદલાતી નથી... અને એ કોઈને ન ખબર હોય પણ તમને તો હોય જ.. કે આ હું જે બધાને કવ છું એવું ખરેખર છે નઈ...
પિતા ઘણી વખત એના દીકરાને કે, કે બેટા હવે તું મોટો થઇ ગયો છો.. હવે હું તારો બાપ નથી ફ્રેન્ડ છું... તો આવું બાપ શું કામે બોલે છે??? આમાં ક્યાય પ્રતીક્વાદ (સીમ્બોલીઝ્મ) નથી કે પપ્પાને કઈ એના બેટા પાસેથી ગીફ્ટ જોઈએ છે એવું પણ નથી... એનો સાવ સીધો ને સરળ જવાબ એ છે કે બાપ એના દીકરાને પ્રેમ કરે છે.. ઊંડી ચર્ચાઓમાં જવાની જરૂર જ નથી.. લોજીક સાવ સિમ્પલ છે... આપણે એને કોમ્પ્લીકેટેડ બનાવી દીધો છે.. આમાં ક્યાં મોટી મોટી ફીલ્સુફી જાળવાની જરૂર છે? સમજે એના માટે છે.. બાકી તમે એવો (ખોટો) દાવો કરો કે અમારી શુધ્દ શાકાહારી ફ્રેડશીપ તો ઈ તમે ખોટું બોલો છો... અને ઈ તમને જ ખબર છે...
અને આમાં મોરાલીટી કે ઈમ્મોરાલીટી મુદ્દો છે જ નઈ.. મુદ્દો એ છે કે મિત્રતા અને પ્રેમ એ ભાવાત્મક છે.. નક્કર નથી.. અને જે ભાવાત્મક છે એને તમે કોઈ બીબામાં ઢાળી ન શકો.. પ્રેમ હોય ત્યાં મિત્રતા હોય તો સોને પે સુહાગા પણ એવું જરૂરી નથી.. કે પ્રેમ હોય ત્યાં મિત્રતા હોય જ.. પણ પ્રેમ વગરની મિત્રતા એ સુપરમેનની સ્ટોરીને સાચી માની લેવા જેવી વાત છે.. એ શક્ય નથી.. હા, એ પ્રેમનો આયામ અલગ હોય શકે પણ પ્રેમ તો હોવાનો જ...
પ્રેમી –પ્રેયસી કે પતિ પત્નીના પ્રેમનો શૃંગાર અલગ વસ્તુ છે....એ પ્રેમ એટલે “લવ ફોર લસ્ટ” જ નઈ... પ્રેમ એટલે ચિંતા, પ્રેમ એટલે કાળજી, પ્રેમ એટલે પ્રિયજન માટે અનુભવાતી રેસ્ટલેસનેસ, પ્રેમ એટલે કનેક્શન ઇન્સ્પાઈટ ઓફ ડીસટન્સ, પ્રેમ એટલે પ્રાયોરીટી, પ્રેમ એટલે અભિવ્યક્તિ, પ્રેમ એટલે શેરીંગ, પ્રેમ એટલે સાઈલેંટ ટીયર્સ, પ્રેમ એટલે પેટછુટું હાસ્ય, પ્રેમ એટલે સુકુન, પ્રેમ એટલે પાણીપુરી ખાતા ખાતા આંખમાં આવી જતા ખોટાડા આંસુડા, પ્રેમ એટલે પ્રસંગ વગરની શુભેચ્છાઓ, પ્રેમ એટલે કારણ વગરનું હાસ્ય, પ્રેમ એટલે થાકમાં પણ પડતા ગાલના ખંજન, પ્રેમ એટલે??? પ્રેમ એટલે બસ હું ને તું, પ્રેમ એટલે આપણે બેય, પ્રેમ એટલે આપણે બેજ હો! બીજું કોઈ નઈ, પ્રેમ એટલે શાંત્વના, પ્રેમ એટલે લવ ફોર લસ્ટ નઈ પણ લસ્ટ ફોર લવ, પ્રેમ એટલે એકાંત, પ્રેમ એટલે હાથ માં હાથ, પ્રેમ એટલે નો લીમીટ, પ્રેમ એટલે નો શરમ, પ્રેમ એટલે જસ્ટ ફોર ઈચ-ધર, પ્રેમ એટલે આલિંગન, પ્રેમ એટલે ચુંબન, પ્રેમ એટલે નગ્નતા, પ્રેમ એટલે ગમતી પીડા (વોન્ટેડ પૈન), પ્રેમ એટલે પૈન્ફુલ વોઈસ, પ્રેમ એટલે?? પ્રેમ એટલે પરાકાષ્ટા, પ્રેમ એટલે રાહત, પ્રેમ એટલે??? પ્રેમ એટલે બસ પ્રેમ....
આ સિવાય જે કંઈ થાય એ એન્જીનની પાછળ જોડેલા ડબ્બા છે.. એન્જીન પ્રેમ છે...  
પણ મિત્રતા અને પ્રેમનું એક વખત ફ્યુઝન થાય અને વળી પાછા એને (ધરાર) છુટ્ટા પાડવા એ ખીચડી માંથી મગ છુટા પાડવા જેવી વાત છે.. એ ન કરાય.. સહજ પણે જે થાય છે એ થવા દેવાય.
જીવનમાં આવતા તડકા છાયામાં અમુક સબંધો છાંયડા જેવા છે જે તડકામાં થોડી રાહત આપે. પણ પ્રેમ અને મિત્રતા એ જુન મહિનાના ધગધગતા તડકામાં અચાનક વર્ષી પડતા ધોધમાર વરસાદ છે.. એ ખાલી રાહત ન આપે.. એ ભીંજવે, એ મજા કરાવે અને જયારે મન મોર બની થનગાટ કરે – એ પ્રેમ અને મિત્રતા..  
મિત્રતા અને પ્રેમ વચ્ચે આછી ભેદરેખા છે જેને મોટા ભાગના માણસો જોઈ શકતા નથી અને બહુ ઓછા લોકો એવા છે જે જોવા માંગતા નથી... પ્રેમ અને મિત્રતા અઈયાશી નથી. એ પારદર્શક છે. પ્રેમ અને મિત્રતા એ સાહજિક છે... જેમ ભૂખ તરસ લાગે, જેમ થાક લાગે એમ. કુદરતી પણ કઈ શકાય. માણસનો વાંધો એ છે કે એણે એની બુધ્ધિ વાપરીને લાગણીઓને પણ નામ દીધા.. બાકી પ્રાણીઓમાં ઓળખી બતાવો, કોણ ફ્રેન્ડઝ અને કોણ લવર્સ... છે શક્ય?? કેમ? કારણ કે પ્રાણીઓ લાગણીઓને પ્રાધાન્ય આપે છે સબંધોને કે સબંધોના નામો ને નઈ.... એનો મતલબ એવો પણ નથી થતો કે આપણે આપણા સમાજને ભૂલીને પ્રાણીઓની જેમ મન ફાવે ત્યાં પ્રેમ કે મિત્રતા કરવા માંડીએ.. જરા તાર્કિક વિચારજો. મુદ્દો લાગણીઓનો છે, મુદ્દો હુંફનો છે... દા.ત. એવા ઘણા મેરીડ કપલ્સ છે જે કદાચ એક બીજા ને મહિનાઓ સુધી “આઈ લવ યુ” કે’તા નથી. તો શું એ એક બીજા ને પ્રેમ નથી કરતા?? એવું થોડું હોય!! અને એની સામે એવા ઘણા બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રેન્ડઝ છે જે એક બીજા ને “આઈ લવ યુ” કે’તા હશે તો શું એ “લવ ફોર લસ્ટ” છે? તમે જ વિચારજો. પ્રોબ્લેમ ત્યાં થઇ જયારે આપણે લાગણીઓને શબ્દોની કે ટાઈટલ્સની મોહતાજ બનાવી.. આમ હોય તો જ આમ હોય અને આમ ન હોય તો આમ ન જ હોય બસ આ ક્લાસિકલ રૂલ્સની ચિંતામાં આપણે ટ્રેન ચુકી ગયા... મીરાબાઈને તમે શું કેશો? એ પ્રેયસી હતી કે મિત્ર? અને જો તમે એમ કહો કે એ પ્રયસી હતી અને મિત્ર નથી તો શું કામે? છે કઈ કારણ તમારી પાસે?? આપણે એ નિયમો ને ફોલો કરીએ છીએ જે આપણે પોતે ક્યાય વાચ્યા નથી.. કે જોયા નથી.. બસ કોક પાસે થી સાંભળેલા છે... કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના પ્રસંગોને શું કેવું?? પ્રેમ?? તો તો કેમ રુકમણી એ કૃષ્ણ પર કેસ ન કર્યો?? અને જો કર્યો હોત તો કૃષ્ણ એમ ક્યે કે, ના ના, વી આર જસ્ટ ફ્રેન્ડઝ!! અને કૃષ્ણના લગ્નતો રુકમણી ની સાથે થયા’તા તો પછી “રાધા-કૃષ્ણ” પાછળ શું રાજ છે?? પ્રેમ કે ફ્રેન્ડશીપ?? હેરી પોટરમાં હેરીને ઓલમોસ્ટ બધી મુશ્કેલીઓ માંથી હરમાઈની બચાવે છે પણ પોટર એનાથી લગ્ન નથી કરતો, એ લગ્ન તો જીની સાથે કરે છે, કેમ?? સિમ્પલ એ બંને ફ્રેન્ડઝ હતા પણ કોઈ એમ ન કઈ શકે કે જસ્ટ ફ્રેન્ડઝ હતા.. હરમાઈની અને હેરી વચ્ચે પ્રેમનો જ સબંધ હતો પણ એ પ્રેમ “લવ ફોર લસ્ટ” નઈ “લસ્ટ ફોર લવ” છે. આપણા જીવનમાં પણ એવું જ થાય છે. મુશ્કેલીઓ માંથી આપણને કોક હરમાઈની જ બાર કાઢે છે પણ એના થી આપણે લગ્ન કરતા નથી.. પણ એ વાત ને નકારી પણ શકતા નથી કે ઈટ ઈઝ નોટ જસ્ટ ફ્રેન્ડશીપ બટ લીટલ મોર ધેન ધેટ.. અને આ મોર ધેન ધેટ એટલે પતિ પત્ની કે લવ ફોર લસ્ટ વાળું પ્રેમ નઈ. પોઈન્ટ ટુ બી નોટેડ. ફ્રેન્ડશિપમાં પણ લવ હોય. કેમ ન હોય? અને ન હોય તો ફ્રેન્ડશીપ શેની? પણ એ લસ્ટ ફોર લવ છે... લવ ફોર લસ્ટ નથી.....
પ્રેમ અને મિત્રતા એ એક નદીના બે કાંઠા છે અને જે નદી વહે છે એ જીવન છે.

~ ઇમરાન ખાન
૧૮ / ૬ / ૨૦૧૬
શનિવાર 

No comments:

અનુભૂતિ