Wednesday, 27 July 2016

After a Year! Homage to Kalam


.....I still remember the day when I was ten,
Sleeping on your lap to the envy of my elder brothers and sisters
It was full moon night, my world only you knew
Mother! My Mother!
When at midnight I woke with tears falling on my knee
You knew the pain of your child, My Mother.
Your caring hands, tenderly removing the pain
Your love, your care, your faith gave me strength
To face the world without fear and with His strength.
We will meet again on the great Judgement Day, My Mother!

~ By A. P. J. Abdul Kalam
Born: October 15, 1931, Rameswaram
Died: July 27, 2015, Shillong

કલામ પોતાની આત્મકથા અગનપંખની શરૂઆત "માય મધર" કવિતા સાથે કરે છે. ઉપર ટાંકેલી પંક્તિઓ એજ કવિતાના છેલ્લા અમુક અશરાર છે. કલામ કહે છે, "મને હજુ યાદ છે જયારે હું દસ વર્ષનો હતો, મારા બીજા ભાઈઓ બહેનો મારાથી જલતા જયારે હું તારા ખોળામાં સુતો, તે શીતળ ચાંદની રાત હતી અને મારા વિશ્વને (મનને) માત્ર તું જાણતી, જયારે અડધી રાતે ઉઠીને હું મારા ઘૂંટણ પર માથું ઢાળી રડતો, ત્યારે તને તારા બાળકની એ પીળાની ખબર રેહતી, તારા હુફાળા હાથ કોમળતાથી મારી પીળા મારું દર્દ દુર કરતા, તારો પ્રેમ, તારી કાળજી, તારો વિશ્વાસ મને શક્તિ આપતો, દુનિયાનો કોઈ પણ ડર વગર સામનો કરવાની શક્તિ, અને આજ શક્તિની સાથે આપણે કયામતના દિવસે - હિસાબ કિતાબના વખતે પાછા મળીશું” કલામની કલમમાંથી નીકળેલી આ  કવિતાનું ભાષાંતર કે ભાવાનુવાદ કરવું એ મારા જેવા તુચ્છ લેખકની બુઠ્ઠી કલામની ઓકત જ નથી. છતાં બી’તા બી’તા મરણ્યો પ્રયાસ કર્યો છે.. 
કલામ આપણી વચ્ચે નથી આવું લખવું, કેહવું કે વિચારવું એ જ વિજ્ઞાન, નોલેજ અને સ્પેસનું અપમાન કેહવાય. અવુલ પકીર જૈનુલ અબેદીન - આ નામ કોઈ પરિચયનો મોહતાજ નથી, આ નામ કોઈ શબ્દોનો મોહતાજ નથી, આ નામ કોઈ જાતી, ધર્મ, રંગ, ભેદ, કાસ્ટ, ક્રિડ કે કલ્ચરનો પણ મોહતાજ નથી. કારણ કે આ નામે ક્યારેય કોઈની મોહતાજી કરી જ નથી. આ નામે તો બસ એક જ ધર્મ અપનાવ્યો એ હતો કર્મનો ધર્મ, એ હતો વિજ્ઞાનનો ધર્મ અને કર્મને જ ધર્મ માની આ નામે લાખો કરોડો ભારતીયો, વૈજ્ઞાનિકો, યુવાનો અને વિશ્વચિંતકોના દિલો પણ તલવાર વગરની રાજાશાહી ભોગવી. સકલ બ્રમ્હાંડને જ કાયમી પોતાનું ઘર પોતાની લેબોરેટરી બનાવીને જીવ્યા એવા કલામ, એક રાષ્ટ્રપતિ, એક વૈજ્ઞાનીક, એક શિક્ષક અને એને પણ અતિક્રમીને એક મહામાનવ તરીકે જીવ્યા એવા કલામ.. આજના દિવસે જ આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા અને કર્કશ આવાજ વાળી દુનિયાના તમામ સ્પેસ વિદ્યાર્થીઓને યતીમ બનાવીને ચાલ્યા ગયા. સમગ્ર જીવન માત્ર એક બાળક અને એક શિક્ષક તરીકે જ પસાર કર્યો. ભારતને સ્પેસ સાયન્સના નકશા પર સજાવવા માટે જ જાણે એને જન્મ લીધો હતો. એવા કલામ આજના દિવસે જ આપણી આંગળી છોડી ને ચાલ્યા ગયા. એક વર્ષ પછી પણ જેના વ્યક્તિત્વની સુવાસ આપણી અંદર ચક્રાવા લે છે, એક વર્ષ પછી પણ એ ચહેરો આપની સામે તરવરે છે, એક વર્ષ પછી પણ એ કલામને યાદ કરતા ખાલીપો વર્તાય છે, જેની ખોટ ક્યારેય પુરાવાની નથી એવા કલમને શબ્દોની અંજલી આપવાનો એક અદના પ્રયાસ...
ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ ડો. કલામ ૧૯૩૧માં ૧૫મી ઓક્ટોબરના દિવસે તામીલનાડુના રામેશ્વરમમાં એક મિડલ ક્લાસ ફેમેલીમાં જન્મેલા. રામેશ્વરમ થી પ્રેસિડેન્ટ વાયા બીઈંગ સાયન્સ, કલામે પોતાની આખી સફર સંઘર્ષો અને તકલીફોની વચ્ચે કઈ રીતે ખેડી એ એક મહા-ગાથા છે. પણ એના જીવનને એક જ લીટીમાં કેહવા માટે મને ઇક્બાલનો એ શેર યાદ આવે કે “હઝારો સાલ નરગીસ અપની બેનુરી પર રોતી હૈ, બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પેદા". કલામનું સમગ્ર જીવન જ વિજ્ઞાન ઉપર લખાયેલી એક પી.એચ.ડી. થીસીસ ને બરાબર છે. મહાન આત્માઓનું જીવન જ એમનું સંદેશ હોય છે પણ કલામનું તો મૃત્યુ પણ એક સંદેશ એક મેસેજ આપી જે જાય છે. શિલોંગ આઈ.આઈ.એમ. માં લેકચર દેતી વખતે દુનિયાને અલવિદા કહી ગયા. આ ઘટના પ્રતીકાત્મક રીતે બતાવે છે કે કલામ ટીલ ડેથ નોલેજ માટે જ જીવ્યા! લાખો સલામ!
આટલી તોતિંગ પ્રતિભા હોવા છતાં કલામમાં રત્તી ભર પણ અભિમાન કે ઈગોનો સોફ્ટવેર ન હતો. આટલી અનકોમન પ્રતિભા હોવા છતાં પોતાને હમેશા એક કોમનમેન તરીકે જ જોતા. બાળકોથી અને યુવાનો થી ખુબ જ પ્રેમ કરતા. બાળકોની વચ્ચે રેહવું એમને ખુબ જ ગમતું. યુવાનો તરફ થી એને ખુબ ખુબ અપેક્ષાઓ હતી. વિદ્યાર્થીઓ કે યુવાનો તેમની રાહ જોવે એ તેમને બિલકુલ ન ગમતું. છેલ્લે શિલોંગમાં પણ એ ઝડપથી પહોચવા માંગતા હતા. અને “હાઉ કેન વી મેક પ્લાનેટ અર્થ ટુ બી ધ બેસ્ટ પ્લેસ ટુ લીવ?” આ થીમ પર લેકચર દેવા જઈ રહ્યા હતા.
અત્યંત કોમળ હદયના હોવા છતાં જીવનની મુશ્કેલીઓથી લડવાની અને સામનો કરવાની જોરદાર તાકાત કલામમાં હતી. અગનપંખમાં એક જગ્યા એ કલામ લખે છે, “Problems are a part of life. Suffering is the essence of success. As someone said:
God has not promised,
Skies always blue,
Flowers-strewn pathways
All our life trough;
God has not promised
Sun without rain,
Joy without sorrow,
Peace without pain.
કલામને માત્ર સ્પેસ સાયનટીસ્ટ કેહવા એ નાઇન્સાફી કેહવાય. સ્પેસ સુધી પહોંચવાની સીડીમાં કલામે માનવતા, પ્રેમ, કરુણા, મૃદુતા, જ્ઞાન, અભ્યાસ અને મૈત્રીના પગથીયા બનાવેલા હતા. કલામની કીધેલી વાતો એક એક મહા મંત્ર છે. વોટ્સએપ અને ફેસબુકના આ સાયબર વર્લ્ડમાં કલામના અસંખ્ય ક્વોટ લોકો તરતા મુકે છે. વિચારવાની વાત એ છે કે કલામ માત્ર દેખાડા કરવાના, શો ઓફ કરવાના અને અમલ ન કરવાના સખ્ત વિરોધી હતા. આજના દિવસે કલામના જો તમે ખરે ખરે ચાહક હોવ તો માત્ર “Dream, dream and dream” અને “Handsome is one….” વગેરે જેવા હાથવગા ક્વોટ માત્ર શેર કરવાને બદલે “વિન્ગ્ઝ ઓફ ફાયર”ના બે પાના વાંચી જેટલું સમજાય એમાં થી એક પણ વાતને જીવનમાં અમલમાં લાવશો તો કલામને ખરેખર મોજ પડશે. વાંચન એ કલામ સાહેબ ને ગમતી ઘટના છે. ખાસ કરીને યુવાનો. વાત થોડીક કડવી છે પણ સાચી છે. @Jay Vasavada સાચું જ કહે છે. મહાનુભાવો (એટલે કે કલામ જેવા) પ્રત્યે માત્ર અહો ભાવ જ ન રાખવાનો હોય એમનો અભ્યાસ કરવાનો હોય. એની વે, કલામ સાહેબનું જીવન એ એક ખુલી કિતાબ છે, મેં આગળ કહ્યું એમ વિજ્ઞાનની પી.એચ.ડી. થીસીસ છે. અને આ થીસીસ અભ્યાસ માંગે છે, વાંચન માંગે છે. અને આજની યુવા પેઢીને મારો આ પ્રશ્ન છે ખાસ કરીને એન્જીનીયરો અને કલામ સાહેબના ચાહકોને કે જ્યાં સુધી કલામ સાહેબનો અભ્યાસ નહિ કરો ત્યાં સુધી કલામના સ્વપનું એકવીસમી સદીનું ભારત કઈ રીતે રચી શકશો? અગનપંખની એક સૌથી મોટી ખાસિયત (જે મને લાગે છે) એ શું છે? ખબર છે? એ એ છે કે અગનપંખનો કોઈ પણ પાનો આંખ બંધ કરીને ખોલો અને જે લાઈન પણ આંગળી જાય એ વાંચવાની શરૂઆત કરી દો, સાહેબ મારું ચેલેન્જ કે તમને કંઇક ને કંઇક શીખવા મળશે. આખી બુક ન વાંચી શકો તો કઈ નહિ, માત્ર એક પેજ કે એક લીટી વાંચશો ને તો પણ ઘણું જાણવા મળશે.
એની વે, કલામ માત્ર એક રાષ્ટ્રપતી કે વૈજ્ઞાનિક ન હતા. એ એક કવિ પણ હતા. આત્મ કથાની શરૂઆત જ કવિતા થી કરે છે. અને થોડા થોડા પાને પોતે લખેલી કે અન્ય કોઈ સારા કવિઓની ટાંકેલી કવિતાઓની પંક્તિઓનો તમને ભેંટો થશે. આત્માકથાના છેલ્લા સ્ટેશને આવી ને એક જગ્યા એ કલામ લખે છે, “I am a well in this great land, Looking at its millions of boys and girls. To draw from me The inexhaustible divinity And spread hi grace everywhere As does the water drawn from a well.
કલામ પોતાના પિતાને અત્યંત ચાહતા અને એમની ઘણી વાતો અગનપાંખના પાને પાને કલામે લખેલી છે. જીવનમાં એક સમયે કલામ જયારે ખુબ હતાશ થઇ ગયેલા ત્યારે કલામ લખે છે કે મને મારા પિતાના આ શબ્દો કાનમાં ગુંજયા, “He who knows others is learned, but the wise one is the one who knows himself. Learning without wisdom is of no use” શું વાત છે!
કલામ દેખાવમાં રૂપાળા ન હતા છતાં એમેણે જે યોગદાન આપ્યું એનો પ્રકાશ અવિરત વિશ્વને રોશન કરે છે. રંગે ઘઉંવર્ણ, થોડો કદરૂપો ચહેરો, મધ્યમ મુખફાટ, સફેદ નેણ, બરોબ્બર વચ્ચે પાડેલી પાથી, આજુ બાજુ ઉતારેલી વાળની લટો, સાદો પોષક, સાદી ચાલ અને હોટો પર હંમેશા વરસતું નિર્દોષ હાસ્ય આવા હતા આપણા કલામ સાહેબ જે જ્યાં જાય ત્યાં બસ જ્ઞાન, વિજ્ઞાનની સાથે પ્રેમ અને કરુણાનું ભાતું લઈને જાય.
રંગે ગોરા ન હોવા છતાં એમની સિદ્ધિઓ અને એમનું યોગદાન જ આંખો આંજી ડે એવા તેજસ્વી છે.
જ્યાં સુધી દુનિયામાં સ્પેસ સાયન્સ છે ત્યાં સુધી શાળાઓ, પ્રયોગશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં કલામ સાહેબનું નામ ગુંજતું રેહશે.
આજના દિવસે કલામ સાહેબ માટે ખુબ ખુબ દુવા કે માનવ તરીકે મળેલા એમના જીવનને સાર્થક કરતા એવા આપણા સૌના ચહિતા એવા કલામ સાહેબને અલ્લાહ જન્નતુલ ફિરદોસ અતા કરે! એવી દુવા સાથે

Written by Imran Khan ©

No comments:

અનુભૂતિ